International

જોર્ડન સૈન્યનો દાવો છે કે તેણે તેના હવાઈ ક્ષેત્રમાં ડ્રોન અને મિસાઇલોને અટકાવ્યા છે

ઇઝરાયલી હુમલાઓના જવાબમાં “કોઈ મર્યાદા” નહીં હોવાની પ્રતિજ્ઞા લીધા બાદ, જોર્ડનની સેનાએ શુક્રવારે રાજ્યના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરનારા ડ્રોન અને મિસાઇલોને અટકાવી દીધા હોવાનું જણાવ્યું હતું. “રોયલ એરફોર્સના વિમાનો અને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ શુક્રવારે સવારે જોર્ડનના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશેલા અનેક મિસાઇલો અને ડ્રોનને અટકાવ્યા હતા,” લશ્કરી નિવેદનમાં જણાવાયું છે. ઇઝરાયલના ઈરાન પરના હુમલા પછી જોર્ડનની રાજધાનીમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા, જ્યારે જાહેર સુરક્ષા નિર્દેશાલયે લોકોને ઘરે રહેવાની વિનંતી કરી હતી. “માર્ગદશિર્કાનું પાલન કરો અને તમારા ઘરોમાં રહો,” અમ્માનમાં લાઉડસ્પીકરો પર એક જાહેરાતમાં કહેવામાં આવ્યું હતું.

“જોર્ડન તેના હવાઈ ક્ષેત્રમાં કોઈ પણ ઉલ્લંઘનને મંજૂરી આપતું નથી અને આપશે નહીં, અને ખાતરી આપે છે કે રાજ્ય કોઈપણ સંઘર્ષ માટે યુદ્ધનું મેદાન બનશે નહીં,” સરકારી પ્રવક્તા મોહમ્મદ મોમાનીએ મીડિયાને જણાવ્યું હતું.

આ દરમિયાન સરકારે ઇઝરાયલના હુમલાની નિંદા કરી, વિદેશ મંત્રાલયના પ્રવક્તા સુફિયાન કુદાહે “આવા ઉગ્ર પગલાંના પરિણામો” ની ચેતવણી આપી. જોર્ડને પણ આ હુમલાને “સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાજ્યની સાર્વભૌમત્વનું સ્પષ્ટ ઉલ્લંઘન અને આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરનું સ્પષ્ટ ઉલ્લંઘન” ગણાવ્યું.