National

મણિપુરમાં DRI, કસ્ટમ્સ, આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી દરમિયાન આશરે ૫૫.૫૨ કરોડ રૂપિયાના ડ્રગ્સ અને રોકડ જપ્ત; ૫ની ધરપકડ

ઉત્તર પૂર્વીય ક્ષેત્રમાં પ્રતિબંધિત ડ્રગ્સની દાણચોરી અને હેરફેર સામેની લડાઈ ચાલુ રાખીને, મણિપુરના ચુરાચંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં ૫-૭ જૂનના રોજ “ઓપરેશન વ્હાઇટ વીલ” નામનું એક ખાસ ઓપરેશન ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI), કસ્ટમ્સ, ૧૭ બટાલિયન આસામ રાઇફલ્સ અને મણિપુર પોલીસની સંયુક્ત ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

અધિકારીઓની સંયુક્ત ટીમે ૫૪.૨૯ કરોડ રૂપિયાની કિંમતનું ૭,૭૫૫.૭૫ ગ્રામ હેરોઇન અને ૮૭.૫૭ લાખ રૂપિયાની કિંમતનું ૬,૭૩૬ ગ્રામ અફીણ જપ્ત કર્યું, સાથે જ ૩૫.૬૩ લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. બે બાઓફેંગ વોકી-ટોકી અને ૧ મારુતિ ઇકો વાન જપ્ત કરવામાં આવી છે અને નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ, ૧૯૮૫ હેઠળ પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશનમાં પાંચ વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

૬ જૂન ૨૦૨૫ના રોજ વહેલી સવારે, મ્યાનમાર સરહદે આવેલા બેહિયાંગ ગામમાં મારુતિ ઇકો વાનમાં બે શંકાસ્પદ વ્યક્તિઓનો ખાનગી રીતે પીછો કરવામાં આવ્યો હતો, જે સિંગનગાટ સબ-ડિવિઝનના થાડોઉ વેંગ ખાતેના રહેણાંક મકાન તરફ દોરી ગયા હતા. ઘરની તલાશી લેતા, હેરોઇનવાળા ૨૧૯ સાબુના બોક્સ, આઠ પેકેટ અને અફીણવાળા ૧૮ નાના ટીન કેન, બે બાઓફેંગ વોકી-ટોકી અને ૭૫૮૦૫૦ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી. ઘરમાંથી એક વ્યક્તિને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે ભાગી ગયેલા બે અન્ય વ્યક્તિઓને બુઆલકોટ ચેક ગેટ પર અટકાવવામાં આવ્યા હતા. ઝડપી ફોલો-અપ કાર્યવાહીમાં, બેહિયાંગ ગામમાં સ્થિત એક આરોપીના રહેણાંક મકાનની તલાશી લેવામાં આવી હતી અને અફીણવાળા બે પેકેટ અને ૨૮૦૫૦૦૦ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી.

ઓપરેશન દરમિયાન મળેલી વધુ માહિતીના આધારે, ૭ જૂન ૨૦૨૫ના રોજ બીપી ૪૬ નજીક ઝૌખોનુઆમ ગામમાં બે વ્યક્તિઓને ઇમ્પ્રુવાઇઝ્ડ મેનપેક લઈ જતા અટકાવવામાં આવ્યા હતા. મેનપેકની તપાસમાં હેરોઈન ધરાવતા ૪૪૦ સાબુના કેસ મળી આવ્યા હતા.

પ્રાથમિક તપાસ દર્શાવે છે કે જપ્ત કરાયેલા પ્રતિબંધિત ડ્રગ્સ મ્યાનમારથી ગાઢ જંગલવાળી ભારત-મ્યાનમાર સરહદ દ્વારા ચુરાચંદપુર જિલ્લાના સરહદી વિસ્તારોમાં દાણચોરી કરવામાં આવ્યા હતા. પડકારો અને મુશ્કેલીઓ હોવા છતાં, કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા સુસંગઠિત કાર્યવાહી સફળ કામગીરી તરફ દોરી ગઈ હતી. NDPS કાયદામાં ગુનેગારોને કડક સજાની જાેગવાઈ છે. જેમાં દસ વર્ષ સુધીની સખત કેદની સજા થઈ શકે છે.