National

ભારત માર્ચ ૨૦૨૫માં બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે

બ્રિક્સ યુથ કાઉન્સિલ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની મીટિંગ માટે યુવાનોને તૈયાર કરવા ભારતભરમાં ૮ કાર્યક્રમનું આયોજન કરાશે

ભારત સરકારના યુવા બાબતોના વિભાગ, યુવા અને રમતગમત મંત્રાલય દ્વારા તારીખ ૩ થી ૭ માર્ચ ૨૦૨૫ દરમિયાન બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનો વિષય “સતત વિકાસ માટે યુવા ઉદ્યોગસાહસિકતા” છે. આ બેઠકમાં બ્રિક્સ દેશોના લગભગ ૪૫ યુવા પ્રતિનિધિઓ ભાગ લેશે.

કાર્યકારી જૂથની બેઠકમાં, ભારત બ્રિક્સ યુવા પરિષદના પ્રતિનિધિઓને ઉદ્યોગ સાહસિકતાના ક્ષેત્રમાં નીતિઓ, કાર્યક્રમો અને સહકારની સંભાવનાઓનું આદાનપ્રદાન કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. પ્રતિનિધિઓને યુવા-સંબંધિત કાર્યમાં તેમના અનુભવો શેર કરવા અને બ્રિક્સ દેશો વચ્ચે ઉદ્યોગસાહસિકતાના ક્ષેત્રમાં સહયોગની ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવશે.

• બ્રિક્સ યુવા પરિષદઃ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથની સ્થાપના.• ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રે બ્રિક્સ દેશોની કાર્ય યોજનાઓની ચર્ચા.
• ઉદ્યોગ સાહસિકતા ક્ષેત્રમાં બ્રિક્સ દેશોના યુવા સહયોગમાં નક્કર પગલાંઓનું અન્વેષણ.
• બ્રિક્સ અને કાર્યકારી જૂથોની બેઠકોના માળખામાં પ્રાથમિકતા આપેલા દિશાઓ અનુસાર નવા યુવા ફોર્મેટના નિર્માણની ચર્ચા.
• બ્રિક્સ દેશોમાં અસ્તિત્વમાં રહેલી આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સાહસિકતા તકો સાથે સહભાગીઓને જાેડવા.

બ્રિક્સ યુવા પરિષદ ઉદ્યોગ સાહસિકતા કાર્યકારી જૂથ બેઠકના સંબંધિત ક્ષેત્રો પર યુવાનોની સમજ વધારવા માટે, યુવા બાબતોનો વિભાગ ભારતભરની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજાેમાં ૮ રન-અપ ઇવેન્ટ્‌સનું આયોજન કરશે.
આ રન-અપ ઇવેન્ટ્‌સ ગ્રાઉન્ડ લેવલ પર ચર્ચાઓ અને ભારતના ઉદ્યોગસાહસિકતા કાર્યસૂચિના પાયાના સ્તરે વ્યાપક જનતા સુધી પ્રસાર માટે એક મંચ પૂરો પાડશે. આ રન-અપ ઇવેન્ટ્‌સ પ્રતિભાશાળી યુવા વક્તાઓ વચ્ચે પૂર્વ-ઓળખાયેલા સંબંધિત ક્ષેત્રો પર પેનલ ચર્ચાઓ માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

પ્રથમ રન-અપ ઇવેન્ટ તારીખ ૧૫ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ દિલ્હી યુનિવર્સિટીના મિરાન્ડા હાઉસ ખાતે યોજાઈ. બીજી રન-અપ ઇવેન્ટ તારીખ ૧૭ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ માતા સુંદરી કોલેજ ફોર વુમન, દિલ્હી ખાતે યોજાઈ. ત્રીજાે કાર્યક્રમ ૨૪ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ૈંૈંસ્ જમ્મુ, જમ્મુ અને કાશ્મીર ખાતે યોજાઈ હતી. ત્યારબાદ ચોથી રન-અપ ઇવેન્ટ ૨૮ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત દ્ગહ્લજીેં ખાતે યોજાઈ હતી.
બાકીની રન-અપ ઇવેન્ટ્‌સનો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ છેઃ

1. પાંચમી રન-અપ ઇવેન્ટ ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ દ્ભૈંૈં્‌, ઓડિશા ખાતે યોજાશે.
2. છઠ્ઠી રન-અપ ઇવેન્ટ ૭ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ૈંૈં્‌ ગુવાહાટી, આસામ ખાતે આયોજિત થશે.
3. સાતમી રન-અપ ઇવેન્ટ ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ ૈંૈંજીષ્ઠ, બેંગ્લોર, કર્ણાટક ખાતે આયોજિત થશે.

આ રન-અપ ઇવેન્ટ્‌સ ન માત્ર દેશના યુવાનોને સમકાલીન વૈશ્વિક મુદ્દાઓની સમજણ પ્રદાન કરશે, પરંતુ તેમની વચ્ચે એક આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ અને વિવિધ બહુપક્ષીય મંચોનું મહત્વ પણ વિકસાવશે.