પહેલગામ હુમલા અંગે તપાસમાં NIA ને પાક. ની સંડોવણીના મહત્વના પુરાવા મળ્યા
જમ્મુ-કાશ્મીરના પહેલગામ થયેલા આતંકવાદી હુમલા અંગે NIA ને ઘણી કડીઓ અને પુરાવા મળ્યા છે. એજન્સીના મતે, આ આતંકવાદી હુમલાનો સીધો સંબંધ પાકિસ્તાન સાથે છે. NIA અને લશ્કરે આતંકવાદી હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
આ દરમિયાન NIA ને અત્યાર સુધી મળેલા પુરાવાઓ અને આતંકી હુમલાના પ્રત્યક્ષદર્શીઓ દ્વારા નોંધાયેલા નિવેદનો તેમજ શંકાસ્પદ અને ધરપકડ કરાયેલા ઓવરગ્રાઉન્ડ કાર્યકરોની પૂછપરછમાંથી મળેલી જાણકારીનું મૂલ્યાંકન કરવાનું શરુ કરવામાં આવ્યું હતું.
જે અતંર્ગત અત્યાર સુધી મળેલી માહિતીના આધારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પહલગામમાં આતંકી હુમલા પહેલા અને પછી આતંકવાદીઓએ પાકિસ્તાનમાં બેઠેલા તેમના હેન્ડલરોનો સંપર્ક કર્યો હતો. આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા સેટેલાઇટ ફોનની વિગતો એકત્રિત કરવા માટે વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે, આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ૈંજીૈંના ઇશારે કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ૨૨ એપ્રિલે આતંકવાદીઓએ બેસરન પહલગામ પર કરેલા હુમલામાં ૨૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં ૨૫ પ્રવાસીઓ અને એક સ્થાનિક ઘોડેસવારનો સમાવેશ થાય છે. લશ્કર-એ-તૈયબાના હિટ સ્ક્વોડ, રેઝિસ્ટન્સ ફ્રન્ટે(્ઇહ્લ) હુમલાની જવાબદારી સ્વીકારી હતી પરંતુ ્ઇહ્લ એ પાછળથી તેનો ઇન્કાર કર્યો હતો. તપાસ એજન્સીઓએ હુમલામાં સંડોવાયેલા પાંચ આતંકવાદીઓની ઓળખ કરી છે.
આ હુમલામાં આતંકવાદી હાશિમ મૂસા સહિત ત્રણ પાકિસ્તાની અને આદિલ અને એહસાન શેખ નામના બે સ્થાનિક આતંકવાદીઓનો નામો સામે આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આદિલ અને એહસાનના ઘર તોડી પાડવામાં આવ્યા છે. આદિલ ૨૦૧૮માં વિઝા પર પાકિસ્તાન ગયો હતો. એક માહિતી પ્રમાણે તે બે વર્ષ પહેલાં જ પાછો ફર્યો હતો.
તેમજ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાન સીધું જવાબદાર છે. આ કાવતરું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ૈંજીૈં ના ઈશારે રચવામાં આવ્યું હતું. લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ હુમલો કર્યો. આ કાવતરું ર્ઁંદ્ભમાં લશ્કરના મુખ્યાલયમાં રચાયું હતું.