ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મૌની અમાસ પર, જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે હું ભક્તોને અપીલ કરું છું કે ધીરજ રાખો અને મહાકુંભ વિસ્તારમાં ગમે ત્યાં પવિત્ર સ્નાન કરો, એક કોઈ ખાસ જગ્યા નથી કે જ્યાં સ્નાન માટે ભેગા થવું પડતું હોય છે.
બુધવારે ત્રણ શંકરાચાર્ય, ૧૩ અખાડા, મહામંડલેશ્વર અને અન્ય સંતો અને ઋષિઓની સાથે સામાન્ય લોકો પણ ગંગામાં સ્નાન કર્યું હતું.
મહાકુંભમાં મૌની અમાસના દિવસે મચેલી નાસભાગમાં ૧૦થી વધુ લોકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે. પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. મૌની અમાસે ૫ કરોડથી વધુ લોકોએ કુંભમાં અમૃત સ્નાન કર્યું હતું. આંકડો વધી શકે છે.