National

ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં સ્થિત ૯ સ્થળો પર EDના દરોડા; કંપની અને તેના મુખ્ય પ્રમોટરો માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, વિદેશમાં પણ ભેળસેળયુક્ત દૂધના ઉત્પાદનોના સપ્લાયમાં સામેલ હોવાનો આરોપ

ભેળસેળયુક્ત દૂધ ઉત્પાદન કેસમાં ઈડ્ઢની મધ્ય પ્રદેશમાં મોટી કાર્યવાહી

મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં એક ડેરી કંપની અને તેના પ્રમોટરો સામે મની લોન્ડરિંગના આરોપમાં ઈડ્ઢ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા ભોપાલ, સિહોર અને મોરેના જિલ્લામાં સ્થિત ૯ સ્થળોએ પાડવામાં આવ્યા હતા. ઈડ્ઢના અધિકારીઓએ જણાવ્યું હતું કે કંપની અને તેના મુખ્ય પ્રમોટરો માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, વિદેશમાં પણ ભેળસેળયુક્ત દૂધના ઉત્પાદનોના સપ્લાયમાં સામેલ હોવાનો પણ આરોપ છે.

આ મામલે ઈડ્ઢ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ડેરી કંપની અને તેના પ્રમોટર્સ કિશન મોદી, રાજેન્દ્ર પ્રસાદ મોદી અને અન્ય વ્યક્તિઓ પર ભેળસેળયુક્ત દૂધ તૈયાર કરીને તેને બજારમાં વહેંચવાનો આરોપ છે. આ સિવાય કંપની પર નિકાસ માટે નકલી લેબોરેટરી સર્ટિફિકેટનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે, જેના દ્વારા ભેળસેળયુક્ત ઉત્પાદનો વિદેશમાં મોકલવામાં આવતા હતા. આ ઉત્પાદનોની નિકાસ બહેરીન, સિંગાપોર, ઓમાન, કતાર અને ેંછઈ જેવા દેશોમાં કરવામાં આવી હતી.

આ ઘટનામાં તપાસ દરમિયાન સામે આવ્યું કે કંપનીએ કુલ ૬૩ નકલી લેબોરેટરી સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો, જેના આધારે ભેળસેળયુક્ત દૂધની બનાવટો વિવિધ દેશોમાં મોકલવામાં આવતી હતી. આ કૌભાંડ દેશની ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના વિશ્વાસ માટે એક મોટો ખતરો છે, કારણ કે આવા ઉત્પાદનોનો વપરાશ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે. તે જ સમયે, આ મામલે કંપની અથવા તેના પ્રમોટર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.