National

રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી

રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા ૧૩ વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઈકોર્ટની જયપુર બેન્ચે આ બાબતે ર્નિણય સંભળાવતા કહ્યું હતું કે, જાે પીડિતાને બાળકને જન્મ આપવા માટે દબાણ કરવામાં આવે છે, તો તેણીને જીવનભર માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડશે આને અવગણી શકાય નહીં

ન્યાયાધીશ સુદેશ બંસલની કોર્ટે સાંગાનેર (જયપુર) સ્થિત મહિલા હોસ્પિટલના અધિક્ષકને મેડિકલ બોર્ડની રચના કરવા અને ગર્ભપાત પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જાે ગર્ભ જીવંત મળી આવે છે, તો તેને જીવંત રાખવા માટે તમામ વ્યવસ્થા કરવામાં આવશે અને તેનો ઉછેર રાજ્ય સરકારના ખર્ચે થશે. તે જ સમયે, જાે ગર્ભ જીવંત ન મળે તો તેના ડીએનએ રિપોર્ટ માટે પેશીઓને સાચવવામાં આવશે.

આ કેસમાં પીડિતાના વકીલ સોનિયા શાંડિલ્યએ જણાવ્યું હતું કે પીડિતા ૨૭ અઠવાડિયા અને ૬ દિવસની ગર્ભવતી હતી અને તેના માતા-પિતા પણ ગર્ભપાતના પક્ષમાં હતા. તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે આ પહેલા પણ દેશમાં આવા ઘણા કેસોમાં ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, ૨૮ અઠવાડિયાની ગર્ભવતી પીડિતોને પણ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે.

આ કેસમાં કોર્ટ દ્વારા છેલ્લી સુનાવણીમાં, કોર્ટે ત્રણ નિષ્ણાતોનો મેડિકલ રિપોર્ટ માંગ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે ગર્ભપાતમાં ચોક્કસપણે જાેખમ રહેલું છે, પરંતુ તે થઈ શકે છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ ૧૯૭૧નો ઉલ્લેખ કરીને કોર્ટે કહ્યું કે બળાત્કારના પરિણામે ગર્ભાવસ્થા પીડિતાના માનસિક સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડશે. તેથી ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે છે.