બુધવારે જસ્ટિસ ભુષણ રામક્રિષ્ના ગવઈએ ભારતના ૫૨માં ચીફ જસ્ટિસ (ઝ્રત્નૈં) પદે શપથ ગ્રહણ કર્યા હતા. હવેથી તેઓ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે ફરજ નિભાવશે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા પદે બીઆર ગવઈએ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ સમક્ષ શપથ ગ્રહણ કર્યા છે.
દેશના ૫૧માં ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા સંજીવ ખન્ના ગઈકાલે મંગળવારે નિવૃત્ત થયા હતાં. નવા ઝ્રત્નૈં આગામી છ મહિના સુધી કાર્યભાર સંભાળશે. ઝ્રત્નૈં બીઆર ગવઈ ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ નિવૃત્ત થવાના છે. ૨૦૦૭માં જસ્ટિસ કેજી બાલક્રિશ્નન બાદ જસ્ટિસ ગવઈ બીજા દલિત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બન્યા છે.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બી.આર. ગવઈ ૧૪ નવેમ્બર, ૨૦૦૩ના બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા હતા. બાદમાં ૧૨ નવેમ્બર, ૨૦૦૫ના રોજ સ્થાયી જજ તરીકે નિમણૂક થઈ હતી. મુંબઈની મુખ્ય બેન્ચની સાથે સાથે નાગપુર, ઔરંગાબાદ, અને પણજીમાં પણ વિભિન્ન પ્રકારના કેસોનું નેતૃત્વ તેમણે કર્યું છે. ૨૪ મે, ૨૦૧૯ના રોજ તેઓ સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતાં. સુપ્રીમ કોર્ટના જજ તરીકે જસ્ટિસ ગવઈએ અનેક નોંધનીય ચુકાદા આપ્યા છે. જેમાં મોદી સરકારનો ૨૦૧૬માં ડિમોનેટાઈઝેશનનો ર્નિણય, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય ઠેરવવાનો ચુકાદો સામેલ છે.