કેન્દ્ર સરકાર દ્વારા ભ્રષ્ટાચારના એક મામલે કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વિરુદ્ધ કેસ ચલાવવાની મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કોર્પોરેટ મામલાના મંત્રાલય દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનની પુત્રી વીના ટી પર કોચીન મિનરલ્સ એન્ડ રુટાઈલ લિમિટેડ થી ગેરકાયદેસર આરોપ લાગ્યા છે.
આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અનુસાર ગંભીર છેતરપિંડી તપાસ ઓફિસ એ કોચ્ચિમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની ચાર્જશીટ રજૂ કરી. SFIO અનુસાર વીના અને તેમની ફર્મ ‘એક્સાલોજિક સોલ્યૂશન્સ‘ એ ઝ્રસ્ઇન્ થી ૨.૭૩ કરોડ રૂપિયા લીધા છે. જ્યારે તેના બદલામાં તેમણે કોઈ આઈટી સર્વિસ આપી નથી. SFIO એ કહ્યું કે બંને સંસ્થાઓની વચ્ચે એક ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા પરંતુ જે ચૂકવણી કરવામાં આવી તે ગેરકાયદેસર અને ખોટી હતી. SFIO એ પોતાની ૧૬૦ પાનાની ફરિયાદમાં વીના, ના મેનેજિંગ ડાયરેક્ટર શશિધરણ કાર્થા અને ૨૫ અન્યને આરોપી બનાવ્યા છે. આરોપ છે કે આ રૂપિયા ઝ્રસ્ઇન્ અને તેની સહાયક કંપની એમ્પાવર ઈન્ડિયા કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા મોકલવામાં આવ્યા. SFIO એ નિષ્કર્ષ તરીકે કહ્યું કે વીનાએ કંપનીના ફંડનો ખોટો ઉપયોગ કર્યો છે.
વીના પર કંપની એક્ટ ૨૦૧૩ની કલમ ૪૪૭ હેઠળ આરોપ છે. આ આરોપ હેઠળ જાે આરોપીને દોષિત ઠેરવવામાં આવે છે તો તેને છ મહિનાથી લઈને દસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે. સાથે જ છેતરપિંડી કરવામાં આવેલી રકમના ત્રણ ગણા દંડ પણ આપવો પડી શકે છે.
જાે કે, આ મામલો પહેલી વખત ૮ ઓગસ્ટ ૨૦૨૩એ સામે આવ્યો હતો. જ્યારે એ જણાવવામાં આવ્યું હતું કે વીના ટી ની ફર્મએ ૨૦૧૭થી ૨૦૨૦ની વચ્ચે ઝ્રસ્ઇન્ થી ૧.૭૨ કરોડ રૂપિયા લીધા હતા જ્યારે તેણે કોઈ સર્વિસ આપી નથી. રિપોર્ટના જવાબમાં કેન્દ્ર સરકારે જીહ્લૈર્ંં એ આદેશ આપ્યો છે કે તે આ મામલે હવે ઊંડાઈથી તપાસ કરે.
આ ઘટના બાદ કેરળમાં વિપક્ષના નેતા વીડી સતીશને આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં મુખ્યમંત્રી પિનારાઈ વિજયનના રાજીનામાની માગ કરી. તેમણે કહ્યું, ‘જીહ્લૈર્ંં દ્વારા મુખ્યમંત્રીની પુત્રી વીના વિજયનને મામલામાં આરોપી તરીકે સામેલ કરવા એક ગંભીર મામલો છે. વીના વિજયનની કંપનીએ કોઈ સર્વિસ આપ્યા વિના માત્ર મુખ્યમંત્રીની પુત્રી હોવાના સંબંધે ૨.૭ કરોડ રૂપિયા લીધા. મુખ્યમંત્રીએ ભ્રષ્ટાચારની નૈતિક જવાબદારી લેતા રાજીનામું આપી દેવું જાેઈએ. પિનારાઈ વિજયન માટે એક પળ માટે પણ મુખ્યમંત્રી રહેવું યોગ્ય નથી. તે મુખ્યમંત્રીના પદ પર બેસેલા પોતાની પુત્રી પર કેસ ચલાવવાને કેવી રીતે યોગ્ય ઠેરવી શકે છે?‘