National

૩૭૨૧૬૯થી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લેવા માટે ઓનલાઈન નોંધણી કરાવી; હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ

ઉત્તરાખંડમાં પવિત્ર ચારધામ યાત્રાની તૈયારીઓ પૂરજાેશમાં

આ વખતે ચારધામ યાત્રા ૩૦ એપ્રિલથી શરૂ થઈ રહી છે તેના માટે ઉત્તરાખંડમાં તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. આ પવિત્ર યાત્રા માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે હવે હેલિકોપ્ટર સેવા માટે ઓનલાઈન બુકિંગ પણ શરૂ થવા જઈ રહ્યું છે. દર વર્ષે કેદારનાથ ધામના દરવાજા ખુલતાની સાથે જ કેદારનાથ ધામ માટે હેલી સેવાઓ શરૂ થાય છે.

કેદારનાથ મંદિરના દરવાજા ૨ મે ૨૦૨૫ ના રોજ સવારે ૭ વાગ્યે ખુલશે. આવી સ્થિતિમાં, આ દિવસથી ગુપ્તકાશી, સિરસી અને ફાટાથી કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવા પણ શરૂ થશે. ૈંઇઝ્ર્ઝ્ર ૮ એપ્રિલે હેલિકોપ્ટર ટિકિટના ઓનલાઈન બુકિંગ માટે પોર્ટલ ખોલશે. ેંઝ્રછડ્ઢછ એ ૈંઇઝ્ર્ઝ્ર ને મુસાફરી નોંધણી ડેટા મોકલી દીધો છે. હેલિકોપ્ટર ટિકિટ બુક કરાવવા માટે મુસાફરી નોંધણી ફરજિયાત છે.

આ પવિત્ર યાત્રા સંદર્ભે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ સત્તામંડળ અને ૈંઇઝ્ર્ઝ્ર એ તેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ૈંઇઝ્ર્ઝ્ર ટૂંક સમયમાં બુકિંગ માટે વેબસાઇટ લિંક બહાર પાડશે. પ્રાપ્ત માહિતી અનુસાર આ વખતે કેદારનાથ હેલી સેવા પવન હંસ, હિમાલયન હેલી, ટ્રાન્સ ભારત, ગ્લોબલ વિક્ટ્રા, થમ્બી એવિએશન, કેસ્ટ્રેલ એવિએશન, એર એરક્રાફ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત, હેલિકોપ્ટર કંપનીઓ સાથેના ત્રણ વર્ષના કરાર મુજબ, આ વખતે ભાડામાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

આ વખતે ચારધામ યાત્રા માટે બુધવાર સુધીમાં, ૩૭૨૧૬૯ શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામની મુલાકાત લેવા માટે ઓનલાઈન નોંધણી કરાવી છે. આ વખતે પણ રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામની મુલાકાત લે તેવી અપેક્ષા છે. વર્ષ ૨૦૨૪માં કેદારનાથ ધામની મુલાકાત લેનારા યાત્રાળુઓની કુલ સંખ્યા ૧૬,૫૨,૦૭૬ હતી.

જ્યારે વર્ષ ૨૦૨૩માં ૧૯૫૭૮૫૦ યાત્રાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા હતા. જિલ્લા પ્રવાસન અધિકારી રાહુલ ચૌબેએ જણાવ્યું હતું કે ચારધામ યાત્રા માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે, જ્યારે યાત્રા શરૂ થયા પછી ઓફલાઈન નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ માટે ઋષિકેશ અને સોનપ્રયાગમાં નોંધણી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.