National

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં શ્રમ મંત્રીઓ, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું સમાપન

ચિંતિન શિબિર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા દર્શાવવામાં આવેલી શ્રેષ્ઠ પ્રથાઓ વચ્ચે વાતચીત અને શેરિંગ માટે સહયોગી પ્લેટફોર્મ પૂરું પાડે છે

કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના માનનીય શ્રમ મંત્રીઓ અને શ્રમ સચિવો સાથે બે દિવસીય કાર્યશાળાનું આજે સમાપન થયું હતું. શ્રમ અને રોજગાર મંત્રાલયનાં રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજે, વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં માનનીય શ્રમ મંત્રીઓ, શ્રમ અને રોજગાર મંત્રાલયનાં સચિવ સુશ્રી સુમિતા દાવરા તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોનાં વરિષ્ઠ અધિકારીઓ આ કાર્યશાળામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકોએ તમામ ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે છેલ્લા એક વર્ષમાં યોજાયેલી છ પ્રાદેશિક કાર્યશાળાઓ અને અન્ય કેટલીક ચર્ચાવિચારણાની સફળ પરાકાષ્ઠાને ચિહ્નિત કરી હતી. બે દિવસમાં ફેલાયેલા પાંચ સત્રો દરમિયાન દસથી વધુ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને ઇનપુટ્‌સ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેનો ઉદ્દેશ લક્ષિત એક્શન આઇટમ્સની ડિઝાઇન કરવાનો હતો. પ્રત્યેક પાંચ રાજ્યોની બનેલી ત્રણ સમિતિઓની રચના કરવામાં આવી હતી. કાર્યશાળા દરમિયાન ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, આ સમિતિઓ પરામર્શ કરશે અને કામદારો માટે વિસ્તૃત સામાજિક સુરક્ષા કવરેજ માટે એક ટકાઉ મોડેલ વિકસાવશે, જે માર્ચ ૨૦૨૫માં પ્રસ્તુત કરવામાં આવશે. બે દિવસીય કાર્યશાળા દરમિયાન થયેલી ચર્ચા-વિચારણા અને સૂચનોની નોંધ લઈને કેન્દ્રીય મંત્રીએ પોતાના સંબોધન દરમિયાન તમામ હિતધારકો માટે એક વ્યાપક કાર્યયોજના રજૂ કરી હતી. તેમણે રાજ્યોને છેલ્લા બે દિવસ દરમિયાન વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પ્રદર્શિત શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવાની શક્યતાનું મૂલ્યાંકન કરવા વિનંતી કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મંત્રાલય સંગઠિત અને અસંગઠિત કામદારોનાં કલ્યાણને સુનિશ્ચિત કરવા વિવિધ સુધારા અને પહેલો તૈયાર કરવા રાજ્ય સરકારો સાથે ખભેખભો મિલાવીને કામ કરવાનું ચાલુ રાખશે. પેન્શન, હેલ્થકેર, જીવન અને અકસ્માત વીમો વગેરે પ્રદાન કરતા સંપૂર્ણ અને ટકાઉ કલ્યાણ કાર્યક્રમોની ચર્ચા થઈ રહી છે.

બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સામાજિક સુરક્ષા, જેમ કે બિલ્ડિંગ એન્ડ કન્સ્ટ્રક્શન વર્કમાં, ગિગ એન્ડ પ્લેટફોર્મ ઇકોનોમી અને અન્ય ક્ષેત્રોમાં, વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રીએ આ કામદારો માટે ટકાઉ સામાજિક સુરક્ષા મોડેલો વિકસાવવા પર ભાર મૂક્યો હતો. તદુપરાંત, કોન્ટ્રાક્ટ લેબરનું કલ્યાણ અને ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટરમાં ઇન્સ્પેક્ટરની ભૂમિકાનું રૂપાંતર એ બીજા દિવસના અન્ય મુખ્ય એજન્ડા આઇટમ્સ હતા.

રાજ્યોએ મકાન અને બાંધકામ કામદારોના બાળકો માટે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંસ્થાઓ વિકસિત કરવા ઉપરાંત સામાજિક સુરક્ષાને આવરી લેવામાં બીઓસીડબ્લ્યુ સેસ ભંડોળનો ઉપયોગ કરવામાં થયેલી પ્રગતિનું પ્રદર્શન કર્યું હતું. પેન્શન જેવી વિવિધ સામાજિક કલ્યાણની પહેલ પૂરી પાડવા માટે આ સંસાધનોનો ઉપયોગ કરવાની નવીન રીતો પર વ્યાપકપણે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

અસંગઠિત કામદારોને ઈ-શ્રમ પોર્ટલ પર લઈ જવામાં થયેલી પ્રગતિએ આ કામદારોને લાભની છેવાડાના માઈલ સુધી પહોંચાડવાની દિશામાં સરકારના પ્રયાસોને પ્રદર્શિત કર્યા હતા. અત્યાર સુધીમાં ૩૦ કરોડથી વધુ અસંગઠિત કામદારો ઇ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા છે. મંત્રાલય ગિગ એન્ડ પ્લેટફોર્મ કાર્યકર્તાઓ માટે સમર્પિત સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાની રૂપરેખા તૈયાર કરવા પર પણ કામ કરી રહ્યું છે. આ યોજનાનાં ભંડોળ, ડેટા એકત્ર કરવા અને વહીવટની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને રાજ્યોને અસંગઠિત કામદારોનાં ડેટાની વહેંચણીને પ્રાથમિકતા આપવા વિનંતી કરવામાં આવી હતી. જેમાં ગિગ અને પ્લેટફોર્મ કામદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું તથા મિશન મોડ પર ઇ-શ્રમ પર તેમની નોંધણીમાં સાથ-સહકાર સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ઇ-શ્રમ અને સરકારી પોર્ટલો જેવા કે એનસીએસ અને એસઆઈડીએચનું સંકલન રોજગારીનાં સર્જનને પ્રોત્સાહન આપવામાં અને કૌશલ્ય વિકાસ વગેરેમાં પ્રદાન કરે છે.

નિરીક્ષકથી ઇન્સ્પેક્ટર-કમ-ફેસિલિટેટર મોડેલ તરફ સ્થળાંતર એ રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટકર્તાઓ સાથે ચર્ચાયેલો અન્ય એક મોટો સુધારો હતો. આ સુધારાનો એકંદર ઉદ્દેશ અનુપાલનના બોજને ઘટાડવાનો અને વેપાર-વાણિજ્ય કરવામાં સરળતાને પ્રોત્સાહન આપવાનો છે, સાથે-સાથે કામની યોગ્ય પરિસ્થિતિઓ, કામ પર સમાન તકો અને કર્મચારી-એમ્પ્લોયર સંબંધોમાં સુધારો સુનિશ્ચિત કરવાનો છે.

શ્રમ અને રોજગાર મંત્રાલયનાં આદરણીય રાજ્ય મંત્રી સુશ્રી શોભા કરંદલાજેએ પોતાનાં સમાપન વક્તવ્ય દરમિયાન વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનવાનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં ભારતનાં કાર્યદળનાં મહત્ત્વપૂર્ણ પ્રદાન પર ભાર મૂક્યો હતો. સામાજિક સુરક્ષાને મહત્તમ કવરેજ આપવું અને સંગઠિત અને અસંગઠિત બંને પ્રકારના કામદારોના શ્રમ કલ્યાણની ખાતરી કરવી એ ગયા વર્ષે યોજાયેલી તમામ ચર્ચાઓ અને આ બે દિવસીય ચિંતન શિબિરનો મુખ્ય ધ્યેય હતો. તેમણે તમામ પહેલોને સમયબદ્ધ રીતે તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવા માટે જરૂરી સંપૂર્ણ સરકારી અભિગમનો પુનરોચ્ચાર કર્યો હતો.

સહકારી સંઘવાદના જુસ્સા સાથે સંકળાયેલી આ બે દિવસીય બેઠક શ્રમ કલ્યાણને પ્રોત્સાહન આપવા અને વેપાર-વાણિજ્ય કરવામાં સરળતા લાવવાની સુવિધા આપવા તથા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઔદ્યોગિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા સરકારની કટિબદ્ધતાને પ્રદર્શિત કરતી હતી.