IPL ૨૦૨૫ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટ દ્વારા ખૂબ જ સારા ખેલાડીઓને ટીમનો ભાગ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેણે હરાજી દરમિયાન પોતાની ટીમના એક અનુભવી ખેલાડીને ટીમનો ભાગ બનાવ્યો ન હતો. આ કારણે દિલ્હી કેપિટલ્સના આ ખેલાડીએ હવે પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું નક્કી કર્યું છે.
આ ખેલાડી છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતો અને તે પહેલા પણ તે ઘણી આઈપીએલ ટીમો માટે રમી ચૂક્યો છે. આ ખેલાડીની ગણતરી ૈંઁન્ના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. દિગ્ગજ ખેલાડી ડેવિડ વોર્નરને IPL ૨૦૨૫ની હરાજીમાં દિલ્હી કેપિટલ્સના મેનેજમેન્ટે જાળવી રાખ્યો ન હતો. આ સિવાય તેને અન્ય કોઈ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો અને તેથી જ આ ખેલાડી હરાજીમાં વેચાયો ન હતો. દિલ્હી કેપિટલ્સ સિવાય, તે સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ માટે પણ રમી ચુક્યો છે અને કેપ્ટન તરીકે તેણે પોતાની ટીમને ચેમ્પિયન બનાવી. જ્યારે તેનું નામ હરાજીમાં આવ્યું, ત્યારે બધાને લાગ્યું કે આ વર્ષે પણ તેને કોઈ ટીમ પસંદ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયાના અનુભવી બેટ્સમેન ડેવિડ વોર્નર ૈંઁન્ની હરાજીમાં વેચાયા વગર હવે પાકિસ્તાન સુપર લીગમાં રમતા જાેવા મળશે. તાજેતરમાં મળેલી માહિતી અનુસાર, તેઓ પીએસએલના ડ્રાફ્ટ મોડલમાં પ્રવેશવા માટે સંમત થયા છે અને એવી અપેક્ષા છે કે તેમને કેટલીક ફ્રેન્ચાઇઝી દ્વારા સામેલ કરવામાં આવશે.
તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે તે પહેલીવાર પાકિસ્તાન સુપર લીગમાં રમતા જાેવા મળશે. જાે ઓસ્ટ્રેલિયાના ખેલાડી ડેવિડ વોર્નરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેનું કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે. તેની કારકિર્દીમાં તેણે ૪૦.૫૨ની શાનદાર એવરેજ અને ૧૩૯.૭૭ની ખતરનાક સ્ટ્રાઇક રેટથી રમાયેલી ૧૮૪ મેચોની ૧૮૪ ઇનિંગ્સમાં ૬૫૬૫ રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેણે ૈંઁન્માં ૪ સદી અને ૬૨ અડધી સદી ફટકારી છે.