‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમમાં
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતી ડાયસ્પોરાને સંબોધન
મુખ્યમંત્રીશ્રીએ વિકસિત ભારતના નિર્માણ માટે, વિકસિત ગુજરાતનો રોડમેપ પ્રસ્તૂત કર્યો
ગુજરાતની વિકાસયાત્રામાં સહભાગી થવા અને ગુજરાતમાં રોકાણ માટે ભારતીય અમેરિકન ગુજરાતી સમુદાયને મુખ્યમંત્રીશ્રીનું આહવાન
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકા પ્રવાસના સાતમાં દિવસે ‘ગરવી ગુજરાત ગ્લોબલ ન્યૂ જર્સી’ કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરાને રાજ્યની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા આહવાન કર્યુ હતું. તેમજ યંગ ઝ્રઈર્ં મીટમાં યુવા ઉદ્યોગસાહસિકો અને વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ સાથે મુખ્યમંત્રીશ્રીએ સંવાદ કર્યો હતો.
ગુજરાતી ડાયસ્પોરા સમક્ષ ગુજરાતની વિકાસ ગાથા રજૂ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે સેવા દાયિત્વ સંભાળ્યા બાદ થયેલી વિકાસયાત્રાએ આજે ગુજરાતને દેશના ગ્રોથ એન્જિન તરીકે સ્થાપિત કર્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતની જવાબદારી સંભાળી ત્યારે રાજ્ય સામે અનેક પડકારો હતા. વીજળી, પાણી, રસ્તા, દરિયાકાંઠાના વિસ્તારો સહિતની વિવિધ સમસ્યાઓમાંથી ગુજરાતને બહાર લાવી વિકાસની નવી દિશા આપવાનું કાર્ય થયું.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત આજે દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. દેશના કુલ વિસ્તારનો આશરે ૬ ટકા અને વસ્તીનો આશરે ૫ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત દેશના ય્ડ્ઢઁમાં ૮.૨ ટકા જેટલું યોગદાન આપે છે. રાજ્યના આ યોગદાનને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦ ટકાથી વધુ પહોંચાડવાનું લક્ષ્ય છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતે માત્ર વર્તમાન વિકાસને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આયોજન કર્યું છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ગુજરાત બનાવવાના લક્ષ્ય સાથે રાજ્યએ વિશેષ રોડમેપ તૈયાર કર્યો છે. ગુજરાતને છ ઝોનમાં વિભાજિત કરીને દરેક ઝોનના સંભવિત ફોકસ સેક્ટર, વૃદ્ધિની સંભાવનાઓ અને લાંબાગાળાના વિકાસલક્ષી લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા છે. આ રોડમેપને હવે જમીન પર ઉતારવાની દિશામાં કામગીરી શરૂ થઈ ગઈ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના લાંબાગાળાના વિઝનનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, ય્ૈંહ્લ્ ઝ્રૈંઅને વૈશ્વિક ફાઇનાન્સ અને ફિનટેક સિટી બનાવવાની કલ્પના વર્ષ ૨૦૦૬-૦૭ આસપાસ કરવામાં આવી હતી. તે સમયે આટલી દૂરંદેશી કલ્પના કરવી એ ગુજરાતના વિકાસવિઝનને દર્શાવે છે. આજે ય્ૈંહ્લ્ ઝ્રૈંઅ વૈશ્વિક સ્તરે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે અને તેનો લાભ ગુજરાતના યુવાનો સહિત સમગ્ર રાજ્યને મળી રહ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, દેશના ડિજિટલ અર્થતંત્રમાં ડેટા સેન્ટરનું મહત્વ સતત વધી રહ્યું છે. ગુજરાતે આ ક્ષેત્રની સંભાવનાઓને સમયસર ઓળખીને ડેટા સેન્ટર પોલિસી બનાવી છે અને આવનારા સમયમાં ડેટા સેન્ટર ક્ષેત્રે પણ ગુજરાત દેશનું નેતૃત્વ કરે તે દિશામાં આયોજન કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વર્ષ ૨૦૦૧-૦૨માં આશરે ૧.૮૫ લાખ સ્જીસ્ઈ હતા, જે આજે વધીને આશરે ૨૭.૯ લાખ થયા છે. સ્જીસ્ઈ ક્ષેત્ર રાજ્યમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા સાથે મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી કરી રહ્યું છે.
ગુજરાતના ઔદ્યોગિક અને નિકાસ ક્ષેત્રના યોગદાનનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, દેશના કુલ ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનો હિસ્સો આશરે ૧૭ ટકા અને દેશની કુલ નિકાસમાં ગુજરાતનો હિસ્સો આશરે ૨૭ ટકા છે. દેશના કુલ કાર્ગો હેન્ડલિંગમાં ગુજરાત આશરે ૪૦ ટકા હિસ્સો ધરાવે છે.
કેમિકલ ઉદ્યોગમાં ગુજરાતનો હિસ્સો આશરે ૩૩ ટકા, ફાર્મા ક્ષેત્રે આશરે ૩૦ ટકા, મેન-મેડ ફાઇબર ઉત્પાદનમાં આશરે ૫૦ ટકા અને ડેનિમ ઉત્પાદનમાં આશરે ૬૫ ટકા યોગદાન છે. ગુજરાત દેશના ફાર્મા એક્સપોર્ટમાં આશરે ૧૯.૨ ટકા અને ડાયમંડ એક્સપોર્ટમાં આશરે ૮૦ ટકા હિસ્સો ધરાવે છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાત સતત સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ અગ્રેસર રહ્યું છે અને છેલ્લા ચાર વર્ષથી રાજ્ય જીંટ્ઠિંેॅ ઇટ્ઠહૌહખ્તમાં પ્રથમ સ્થાન મેળવી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતનું પોલિસી ફ્રેમવર્ક ‘સ્ટ્ઠાી ૈહ ૈંહઙ્ઘૈટ્ઠ’ અને ‘સ્ટ્ઠાી ર્કિં રી ઉર્ઙ્મિઙ્ઘ’ના વિઝનને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની વિકાસયાત્રામાં પારદર્શિતા અને સ્પષ્ટ નીતિઓને મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવતાં તેમણે કહ્યું કે, દરેક ક્ષેત્ર માટે સેક્ટર-સ્પેસિફિક પોલિસી અને રોકાણકારોને અનુકૂળ નીતિ માળખું તૈયાર કરવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, ‘વિકસિત ગુજરાત–૨૦૨૬’ માટે નવી ઔદ્યોગિક નીતિ દ્વારા રાજ્યમાં રોકાણ, ઉદ્યોગ અને રોજગારી માટે વધુ અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. સેક્ટર-સ્પેસિફિક નીતિ ઉપરાંત નવી ઔદ્યોગિક નીતિ પણ વિવિધ પ્રકારના રોકાણકારો અને ઉદ્યોગો માટે અનુકૂળ બને તે રીતે તૈયાર કરવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વિકાસ માટે મજબૂત નાણાકીય પાયો જરૂરી છે. ગુજરાતમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન નાણાકીય શિસ્ત અને મજબૂત નાણાકીય વ્યવસ્થાનો પાયો નાખવામાં આવ્યો હતો, જેના પરિણામે આજે ગુજરાત નાણાકીય રીતે દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. તેમણે કહ્યું કે, ગુજરાતને વધુ મજબૂત બનાવવા માટે વિકાસ અને નાણાકીય સક્ષમતા બંનેને સાથે લઈને રાજ્ય આગળ વધી રહ્યું છે.
આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૧મી આવૃત્તિનો ઉલ્લેખ કરીને અમેરિકા અને કેનેડામાં વસતા ગુજરાતી તથા ભારતીય સમુદાયને ગુજરાતમાં આવી રોકાણ કરવાની તકનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રીએ આમંત્રણ આપ્યું હતું.
યંગ ઝ્રઈર્ં મીટ
યંગ ઝ્રઈર્ં મીટ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ અમેરિકા ખાતે કાર્યરત યુવા ઉદ્યોગસાહસિકો, ઝ્રઈર્ં, ટેક્નોલોજી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રના બિઝનેસ લીડર્સ સાથે ગુજરાતના વિકાસ અને રોકાણની સંભાવનાઓ અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો. આ દરમિયાન ગુજરાતમાં રોકાણ માટે ઉપલબ્ધ તકો, રાજ્યની રોકાણકારલક્ષી નીતિઓ અને મજબૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
યુવા ઉદ્યોગસાહસિકો સાથેની ચર્ચામાં નવી ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, ફિનટેક, ડિજિટલ ઇકોનોમી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સેન્ટર, મેન્યુફેક્ચરિંગ, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર અને અન્ય ઉભરતા ક્ષેત્રોમાં ગુજરાતમાં રહેલી સંભાવનાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઉદ્યોગો માટે ઊભું કરવામાં આવેલું અનુકૂળ ઇકોસિસ્ટમ, પારદર્શક નીતિ માળખું, કુશળ માનવબળ અને વિશ્વસ્તરીય કનેક્ટિવિટીની માહિતી આપતાં યુવા ઝ્રઈર્ંને ગુજરાત સાથે નવી ભાગીદારી અને રોકાણની તકો શોધવા આમંત્રણ આપ્યું હતું.

