જસદણ તાલુકાના ભંડારીયા ગામે ત્રણ વર્ષ પહેલાં 25 લાખ રૂપિયાના ખર્ચે પીવાના પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો હતો. જોકે, લીકેજના કારણે આ ટાંકો આજદિન સુધી એક પણ વખત ઉપયોગમાં આવ્યો નથી.
ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે ટાંકાના બાંધકામમાં નબળી ગુણવત્તાવાળી સામગ્રી વાપરવામાં આવી છે. હાલ ગામમાં દસ દિવસે એક જ વખત પીવાનું પાણી વિતરણ થાય છે. ગ્રામજનોએ ટાંકાની ટેકનિકલ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ, ગામમાં નિયમિત પીવાનું પાણી મળે તેવી પણ રજૂઆત કરી છે.

