ગોંડલમાં 26 લાખ રૂપિયાની તોડબાજીના કેસમાં પત્રકાર રવિ રામાણી, અજય ગોસ્વામી અને મયુર સોનીની ધરપકડ કરવામાં આવી છે. તેમને 20 ઓક્ટોબર 2026ના રોજ ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટે 21 ઓક્ટોબર 2026ના સાંજે 4 વાગ્યા સુધીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ ત્રણેય સામે 26 લાખ રૂપિયા પડાવી લેવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ FIR નોંધાઈ હતી. આરોપ છે કે, આંગડિયા પેઢીના ઉચાપતના કેસમાં જેલમાં બંધ એક મહિલાના પતિને જામીન પર છોડાવવા અને કેસમાંથી બચાવવાના બહાને આ ખંડણી માંગવામાં આવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

