Gujarat

ઊનામાં PCR ટીમની મદદથી બાળકનો જીવ બચ્યો

ઉના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રસ્તામાં મોટરસાઇકલનું પેટ્રોલ ખૂટી જતાં એક પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. જોકે, આ દરમિયાન પરિવારના બે વર્ષના માસૂમ બાળકને અચાનક આચકી આવતાં પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. આવી કટોકટીની ઘડીએ ગીર સોમનાથ પોલીસની 112 જનરક્ષક PCR ટીમ પરિવાર માટે મદદનો આધાર બની હતી.

બાળકને આચકી આવતાં તાત્કાલિક મદદની જરૂર મળતી માહિતી મુજબ, 30 ઓગસ્ટના રોજ સવારે આશરે 11:25 વાગ્યે સામતેર PCR ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સનખડા ગામના વિક્રમભાઈ રાઠોડની મોટરસાઇકલનું પેટ્રોલ ખૂટી જતાં તેમણે PCR ટીમને રોકી મદદ માંગી હતી. તે સમયે તેમણે પોલીસને જણાવ્યું હતું કે તેમના બે વર્ષના પુત્ર દિગ્વિજયસિંહને રસ્તામાં અચાનક આચકી આવી રહી છે અને તેને તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.

બાળકની સ્થિતિને ગંભીરતાથી ધ્યાને લઈ સામતેર PCRના ઇન્ચાર્જ ASI ભરતભાઈ વાજા, ઓપરેટર PC વિપુલભાઈ સોલંકી અને GVK ડ્રાઇવર નરેન્દ્રસિંહ ગોહિલે સમય ગુમાવ્યો નહોતો. કોઈ ઇમર્જન્સી કોલની રાહ જોયા વિના PCR ટીમે બાળક તથા તેના માતા-પિતાને પોતાના વાહનમાં બેસાડ્યા હતા અને તાત્કાલિક ઉના એપેક્ષ હોસ્પિટલ તરફ રવાના થઈ હતી.