Gujarat

ખીરસરા ગામે અકસ્માતના દર્દીઓને લેવા જતી વેળાએ બનાવ

કેશોદના માંગરોળ રોડ પર દરબારવાડી સામે 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં પાઇલટ અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન બંનેને શરીરે ઈજાઓ પહોંચી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ કેશોદની 108 એમ્બ્યુલન્સ ખીરસરા ગામ પાસે થયેલા એક માર્ગ અકસ્માતના ઇજાગ્રસ્ત દર્દીઓને લેવા માટે પૂરઝડપે રવાના થઈ હતી. આ દરમિયાન માંગરોળ રોડ પરથી પસાર થતી વખતે અચાનક રસ્તા પર એક શ્વાન આડું ઉતર્યું હતું. શ્વાનને બચાવવા જતાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેને લઈ એમ્બ્યુલન્સ રોડ પરથી નીચે ઉતરી એક ઝાડ સાથે અથડાતાં અકસ્માતગ્રસ્ત બની હતી.

દુર્ઘટનામાં એમ્બ્યુલન્સમાં ફરજ પર રહેલા પાઇલટ અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન બંનેને શરીરે ઈજાઓ પહોંચી હતી. અકસ્માતની જાણ થતાં જ આસપાસના રાહદારીઓ અને સ્થાનિક લોકોએ ટ્રેક્ટરની મદદથીએમ્બ્યુલન્સ ને ખેંચી બહાર કાઢી હતી બાદ બંને ઇજાગ્રસ્ત કર્મચારીઓને બહાર કાઢી સારવાર અર્થે કેશોદની સરકારી હોસ્પિટલ ખસેડાયાં હતા.