પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના જંગરાલ ગામ નજીક પાટણ-ડીસા હાઈવે પર 11 નવેમ્બરની રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વાગડોદ ખાતે રામાપીરના (રામાધણી) કેમ્પમાં દર્શન કરવા માટે પગપાળા જઈ રહેલા 6 યુવકને ડીસા તરફથી પૂરઝડપે આવી રહેલી બટાકા ભરેલી આઈશર ગાડીએ ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 19 અને 23 વર્ષીય બે યુવકના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4 યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હોસ્પિટલમાં દાખલ ઈજાગ્રસ્ત યુવાનોની યાદી
- આનંદ પીરાભાઈ રબારી
- વિશાલ મફાભાઈ રબારી
- નૈતિક વિનોદભાઈ રબારી
- જનક રમેશભાઈ રબારી (ભાણો)

