Gujarat

લીમખેડામાં સાંસદ જશવંતસિંહ ભાભોરે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા સાફ કરી

દાહોદ જિલ્લાના લીમખેડામાં સાંસદ જશવંતસિંહ ભાભોરે બિરસા મુંડાની પ્રતિમાની સફાઈ કરી. જન્મજયંતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય શૈલેષ ભાભોર અને જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા પણ જોડાયા હતા.

લીમખેડા બજાર વિસ્તારમાં આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે પ્રતિમાની સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. જનપ્રતિનિધિઓ અને આગેવાનોએ પ્રતિમાને સાફ કરી બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ બિરસા મુંડાના જીવન, અંગ્રેજો સામેના સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કર્યું હતું. જન્મજયંતી સપ્તાહનો હેતુ તેમના વિચારો, આદર્શો અને દેશપ્રેમની ભાવના નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.

આગેવાનોએ કહ્યું કે બિરસા મુંડાનું જીવન આદિવાસી સમાજની સાથે દેશની યુવા પેઢી માટે પણ પ્રેરણારૂપ છે. જળ, જંગલ અને જમીનની રક્ષા માટેના તેમના સંઘર્ષને યાદ કરીને એકતા, શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને દેશપ્રેમને મજબૂત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.