દાહોદમાં બિરસા મુંડાની જન્મજયંતી સપ્તાહ અંતર્ગત જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પ્રતિમાની સફાઈ કરી. આ કાર્યક્રમ ભગીની સમાજ સામે આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે બિરસા મુંડાના જીવન અને સંઘર્ષને યાદ કરવામાં આવ્યા. આદિવાસી સમાજના હિત માટે તેમણે આપેલા યોગદાનની પણ વાત કરવામાં આવી. બિરસા મુંડાના વિચારો, આદર્શો અને દેશપ્રેમની ભાવના લોકો સુધી પહોંચાડવા જન્મજયંતી સપ્તાહની ઉજવણી થઈ રહી છે.

તેમના જીવન અને સંઘર્ષને આદિવાસી સમાજ તથા યુવા પેઢી માટે પ્રેરણારૂપ ગણાવવામાં આવ્યું. તેમના બલિદાનને યાદ કરીને સમાજમાં એકતા, જાગૃતિ અને રાષ્ટ્રપ્રેમ મજબૂત કરવાનો સંદેશ અપાયો.

