Gujarat

રોજી બંદર પર દરિયાકાંઠા સફાઈ અભિયાનમાં અનેક લોકો જોડાયા

વિજ્ઞાન ગુર્જરી–જામનગર યુનિટ, ચૈતન્ય ચેરિટેબલ ટ્રસ્ટ, વિદ્યાસાગર ઈન્ફોટેક કોલેજ અને જામનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગે સાથે મળીને રોજી બંદર પર દરિયાકાંઠા સફાઈ અભિયાન કર્યું.

આ અભિયાન ‘સ્વચ્છ દરિયાકાંઠો, ઉજ્જવળ ભવિષ્ય’ના સંકલ્પ સાથે કરાયું હતું. તેમાં વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો, નાગરિકો, NGOના પ્રતિનિધિઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મેયર મોનિકાબેન વ્યાસ સહિત ઘણા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો.

અભિયાન દરમિયાન બેડી મરીન પોલીસ સ્ટેશન નજીકના અને રોજી બંદર આસપાસના દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં કચરો ભેગો કરીને સફાઈ કરવામાં આવી. આ પહેલ દ્વારા દરિયાઈ પર્યાવરણને સ્વચ્છ અને સુરક્ષિત રાખવાનો તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો સંદેશ અપાયો.