Gujarat

ગ્રાહક દીઠ 2,500 લઈ દેહ વ્યાપારનો વેપ્લો ચલાવતા સંચાલકની ધરપકડ, 6 યુવતીઓને મુક્ત કરાવાઈ

રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સનસાઈન વેલનેસ સ્પાની આડમાં ચાલતા કુંટણખાનાને પોલીસે ઝડપી પાડ્યું છે. અહીં ગ્રાહક દીઠ સ્પાના 1,000 અને શરીર સબંધ બાંધવા એક્સ્ટ્રા સર્વિસના નામે 2,500 લેવામાં આવતા હતા. જોકે, પોલીસે દેહ વ્યાપારનો વેપલો ચલાવતા સંચાલકની ધરપકડ કરી છે અને 6 યુવતીઓને મુક્ત કરાવી છે.

પોલીસે દરોડો પાડી સ્પા સંચાલકની ધરપકડ કરી શહેરના યાજ્ઞિક રોડ ઉપર રાજેશ્વરી કોમ્પ્લેક્સમાં ચોથા માળે દેહ વ્યાપારનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે શહેર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ડમી ગ્રાહકને મોકલવામાં આવતા સામે આવ્યું હતું કે, અહીં એન્ટ્રી ફી ₹1,000 લેવામાં આવતી હતી અને શરીર સંબંધ બાંધવા માટે એક્સ્ટ્રા ફી સ્વરૂપે ₹2,500 લેવામાં આવતા હતા.

જેથી પોલીસે સ્પા સંચાલક 25 વર્ષીય શંકર અર્જુનભાઈ સોનીની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી રૂ.8,500 નો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ધી ઈમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્સ એક્ટ કલમ 3,4,5 અને 7 મૂજબ ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો અને દેહ વ્યાપારમાંથી 6 યુવતીઓને મુક્ત કરાવવામાં આવી હતી.