Gujarat

હિમાલયની 14 હજાર ફૂટની ઉંચાઇ પર સ્થિત આધાર શિખરને એક જ દિવસમાં પાર કર્યુ

ગુજરાતમાંથી દર વર્ષે સુરતની ખાનગી સંસ્થા દ્વારા હિમાચલ પ્રદેશ વિસ્તારમાં શિખર ટેકનું આયોજન કરવામાં આવે છે.જેમાં રાજયભરના યુવાનો અને યુવતિઓ ભાગ લેતા હોય છે. આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે ઉચાઈ પર આવેલ “ભૃગુ” લેક જે 4300 મીટરની ઉંચાઈ પર આવેલ છે, ગુલાબા/મનાલી ખાતે આવેલા આધાર શિખર શિબીરનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમા ધ્રોલના યુવાન દીનેશ અરજણભાઈ ચાવડા નામના યુવાને સર્વોતમ ઉચ્ચાઈ પર આવેલા શિખરની ટોચે પહોચી એક જ દિવસમાં સર કરીને ભારતનો ધ્વજ ફરકાવીને આ સિધ્ધી હાસંલ કરી છે.

સુરતની એક ખાનગી સંસ્થા દ્વારા દર વર્ષની જેમા આ વર્ષે પણ હિમાચલ પ્રદેશના મનાલી ખાતે આવેલ આધાર શિખર નામની પહોડી ટોચ પર જવા માટે ટેક શીબીરનું આયોજન કરવામાં આવેલ હતું. જેમા 70 યુવાન/યુવતીઓ જોડાયા હતા અને આ શીબીર મે જુન માસમાં આયોજન કરવામાં આવે છે ત્યારે આ શિબીરમાં ધ્રોલના યુવાન દીનેશ અરજણભાઈ ચાવડા પણ ભાગ લીધો હતો. આ આધાર શીખર પર પહોંચવા માટે 3થી 4 દિવસનો સમય લાગે છે પરંતુ દીનશ ચાવડા સહીતના 16 યુવાનો એકજ દિવસમાં 14,500 મીટરની ઉચાઈ પર આવેલ શિખરને સર કરીને આ શિખર ઉપર સંચાલક નિલમબેન જીયાણી સાથે ભારતનો ધ્વજ ફરકાવીને આ સિધ્ધી હાસંલ કરવાનો ધ્રોલના યુવાને રેકર્ડ સર્જક સિધ્ધી હાંસલ કરી છે.