Gujarat

વાસણા રાઠોડના બે તબેલામાંથી 3 ભેંસ ચોરાઈ

દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં બે તબેલામાંથી 3 ભેંસ અને એક બચ્ચું ચોરાયાં છે. બે પશુપાલકોને કુલ ₹90,000નું નુકસાન થયું છે. દહેગામ પોલીસ મથકે અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, ગામના રોહિતકુમાર શામળસિંહ રાઠોડ (ઉં.વ. 37) બોરીયા સીમ વિસ્તારમાં ખેતી અને પશુપાલન કરે છે. 18 નવેમ્બરની રાત્રે આશરે 1 વાગ્યે તેઓ ખેતરના તબેલે ગયા હતા. ત્યાં 2 ભેંસ અને આશરે 10 માસનું એક બચ્ચું બાંધેલું હતું. ત્યારબાદ તેઓ ઘરે જઈને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે આશરે 7 વાગ્યે તેઓ પશુઓને દોહવા તબેલે પહોંચ્યા ત્યારે એક ભેંસ અને બચ્ચું ગાયબ હતાં. પરિવારજનોએ આસપાસ શોધ્યું, પરંતુ બંને પશુ મળ્યાં નહોતાં.

ગામના મનોજ રજુજી ગોહિલે પણ પોતાના તબેલામાંથી ભેંસ ચોરાઈ હોવાની ફરિયાદ કરી છે. બ્રાહ્મણ સમાજવાડી પાસે આવેલા તેમના તબેલામાંથી 19 નવેમ્બરની રાત્રે 2થી સવારે 8 વાગ્યા વચ્ચે આશરે 2.5 વર્ષની ભેંસ ચોરાઈ હતી.