અમદાવાદની ગ્રાન્ટ લિબરેટરી સોસાયટી GLS (Gujarat Law Society) યુનિવર્સિટી ખાતે ત્રણ દિવસીય વાર્ષિક યુથ ફેસ્ટ ‘Narrative – Unfolding Stories of Youth 2026-27’ નો ભવ્ય પ્રારંભ થયો છે.

યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ફેસ્ટ સેન્ટેનિયલ કલ્ચરલ સેલિબ્રેશનના 8મા પ્રકરણના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. પ્રથમ દિવસે ફેકલ્ટી ઓફ લો દ્વારા આયોજિત ફાઇન આર્ટસ વિભાગમાં પોસ્ટર મેકિંગ, કોલાજ, રંગોલી, ક્લે મોડેલિંગ, ફેસ પેઇન્ટિંગ અને મહેંદી જેવી સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ‘સાબરમતી રિવરફ્રન્ટ’, ‘ઇન્ડિયન હેરિટેજ’ અને ‘મધરહૂડ’ જેવા વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને કલાત્મક સૂઝ રજૂ કરી હતી.

ડિજિટલ સ્ટોરીટેલિંગ, ફોટોગ્રાફી અને સાહિત્યિક સ્પર્ધાઓથી યુવા કૌશલ્ય ખીલ્યું ડિજિટલ યુગના તાલ મિલાવતા ‘રીલ મેકિંગ’ અને ‘મોબાઈલ ફોટોગ્રાફી’ સ્પર્ધાઓ દ્વારા યુવાનોએ કેમ્પસ લાઈફના સંસ્મરણો કંડાર્યા હતા.

