Gujarat

મધ્યપ્રદેશના મહિલા સહિત 3ની દારૂના જથ્થા સાથે ધરપડક

રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી માટે અવનવા કીમિયા અપનાવવામાં આવી રહ્યા છે, ત્યારે કપુરાઈ પોલીસે એસ.ટી. બસમાં મુસાફર બની દારૂ છુપાવી લાવતા ત્રણ આરોપીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે.

ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કપુરાઈ પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.સી. રાઓલ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન પોલીસ કર્મચારી સતિષભાઈ બચુભાઈ અને કરણભાઈ કરશનભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, છોટાઉદેપુર-પાલનપુર એસ.ટી. બસમાં ત્રણ મુસાફરો થેલામાં દારૂનો જથ્થો લઈને કપુરાઈ ચોકડી પાસે ઉતર્યા છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા શંકાસ્પદ મુસાફરો પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.

કુલ ₹44,259નો મુદ્દામાલ જપ્ત પોલીસે આ મામલે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના થાવલીબેન નારણભાઈ દલસિંગ તોમર, વિપુલ દલસિંગ તોમર અને અલકેશ મંગલાભાઈ ટોકરીયાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ ₹44,259નો મુદ્દામાલ કબજે કર્યો છે. કપુરાઈ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.