ભાવનગરના ઘોઘારોડ પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે મંત્રેશ કોમ્પ્લેક્ષ પાસે આવેલ ગૌશાળા શેરી નં-4માં રેઇડ કરી હતી. આ દરમિયાન જાહેર રોડ પર પૈસા અને પાના વડે તિનપત્તીનો હાર-જીતનો જુગાર રમતા ચાર શખસને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળેથી જુગારનું સાહિત્ય તથા રૂ. 10,250ની રોકડ રકમ કબ્જે કરી ચારેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુગાર રમતા 4 શખસ ઝડપાયા અધિકારીઓ પાસેથી મળતી વિગતો મુજબ, ઘોઘારોડ પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ગૌશાળા નજીક જુગાર રમાતો હોવાની સચોટ માહિતી મળી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો, જ્યાં ચાર શખ્સો જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓ
- અજિત દિનેશભાઇ ચૌહાણ
- વિજય ઉર્ફે ચીકણી વેગડ
- લાલો રણછોડભાઈ મકવાણા
- અમિત ભુપતભાઇ લાઠીયા (તમામ રહે. ભાવનગર)

