વડોદરામાં ઓનલાઈન લોન મેળવવાની લાલચ આપી એન્જિનિયર સાથે લાખો રૂપિયાની ઠગાઈ આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઠગબાજોએ બજાજ ફાઇનાન્સના નામે બોગસ દસ્તાવેજો, ખોટા બેંક ખાતાઓ અને ડિજિટલ છેતરપિંડી દ્વારા આશરે રૂ. 5,29,310ની ઠગાઈ આચરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
6 લાખની લોન ઓનલાઈન અપાવાની લાલચ આપી’તી ફરિયાદી એક ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે. આ યુવકને રૂપિયા 6 લાખની લોન ઓનલાઈન અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આ માટે ફરિયાદીને અગાઉથી નક્કી કરેલા અલગ-અલગ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો. સાથે પ્લેસ્ટોર પરથી બજાજ ફાઇનાન્સની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં લોગિન કરાવ્યું હતું.
અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા ત્યારબાદ રૂ. 6,00,000 ની જગ્યાએ મનસ્વી રીતે રૂ. 8,78,736 ની લોન મંજૂર કરાવડાવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ફરિયાદી બેંક ખાતામાં આવેલી વધારાની રકમ એટલે કે રૂ. 2,79,308 અલગ-અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ ઠગાઈને વધુ વિશ્વસનીય બનાવવા માટે આરોપીઓએ બજાજ ફાઇનાન્સનો ખોટો લોન એકાઉન્ટ નંબર ઇશ્યુ કરાવ્યો હતો.

