Gujarat

ગલ્લાની ફેક્ટરીમાંથી 5.92 લાખનો પીતળનો માલ ચોરાયો

લાલપુર તાલુકાના ગલ્લા ગામે આવેલી શ્રી બાલાજી ઇન્ડસ્ટ્રીઝમાં ચોરી થઈ છે. 14 માર્ચ, 2026ની રાત્રે અજાણ્યા ચોરોએ ફેક્ટરીમાંથી આશરે 5.92 લાખ રૂપિયાનો પીતળનો માલ ચોરી લીધો હતો.

ચોરોએ કારખાનાની પાછળની દિવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ ફેક્ટરીમાં રાખેલો પીતળનો જથ્થો લઈને ફરાર થઈ ગયા હતા.ચોરાયેલા માલમાં આશરે 500 કિલોગ્રામ વજનના 5.5 ફૂટ લંબાઈના પીતળના સળિયાનો સમાવેશ થાય છે આ ઉપરાંત, 300 કિલોગ્રામ તૈયાર પીતળનો અન્ય માલ પણ ચોરાયો છે. કુલ 800 કિલોગ્રામ પીતળની બજાર કિંમત પ્રતિ કિલોગ્રામ 740 રૂપિયા મુજબ 5,92,000 રૂપિયા થાય છે.

આ અંગે ફેક્ટરીના માલિક ભરત સિગાળાએ લાલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.