Gujarat

જામનગરમાં ગેસ એજન્સીના ગોડાઉનમાં બાટલાનું ચેકીંગ

જામનગર શહેર-જિલ્લામાં કોર્મોશિયલ રાંધણ ગેસના બાટલાઓ બંધ કરવામાં આવતા કાળા બજાર શરૂ થયા છે. જેના પગલે કલેકટર કેતન ઠક્કરના આદેશ બાદ શહેર અને તાલુકા મથકોએ 7 ટીમો દ્વારા ગેસ એજન્સીઓના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગેસના બાટલાઓની અછત ન હોવાનું જણાવ્યું છે.

કોર્મોશિયલ ગેસના બાટલાઓ બંધ કરવામાં આવતા ગેસના બાટલાઓના કાળા બજાર શરૂ થયા છે. જેના પગલે જામનગર અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર દ્વારા જુદી જુદી 7 ટીમો બનાવવામાં આવી છે. જિલ્લાના ધ્રોલ, જોડીયા, કાલાવડ, જામજોધપુર, જામનગર અને લાલપુર તાલુકા મથકોએ મામલતદારની આગેવાનીમાં ટીમો દ્વારા ગેસ એજન્સીઓના ગોડાઉનનું સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

તેમજ પુરવઠાના અધિકારીની આગેવાનીમાં પણ એક ટીમ બનાવવામાં આવી છે. તેમજ શહેરમાં તમામ ગેસ એજન્સીઓના ગોડાઉનનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ગેસના બાટલાઓનો જથ્થો પુરતા પ્રમાણમાં હોવાની અને બાટલાઓની અછત ન હોવાનું જાહેર કરાયું છે.