Gujarat

અંબાજી હેલિપેડ પર જન્મદિવસ ઉજવનારા 7 આરોપીઓની ધરપકડ

અંબાજી પોલીસે ચીખલા હેલિપેડ પર ગેરકાયદેસર રીતે જન્મદિવસ ઉજવી વીડિયો બનાવનારા તત્ત્વો સામે કડક કાર્યવાહી કરી છે. આ ગુનામાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, 1 જૂનના રોજ બુટલેગર અને અન્ય તત્ત્વોએ ચીખલા હેલિપેડ ખાતે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણીનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો.

વીડિયો વાયરલ થયા બાદ અંબાજી પોલીસ એક્શન મોડમાં આવી હતી. પોલીસે વીડિયોમાં દેખાતા તમામ લોકોને ગઈ કાલે સાંજે હેલિપેડ પર લાવી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

રિકન્સ્ટ્રક્શન પંચનામા દરમિયાન પોલીસે તમામ આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી હતી. ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તેમને કાયદાની પરિભાષા અને પાલન અંગે શીખવવામાં આવ્યું હતું.