વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સ્ટેશન, વેરાવળ દ્વારા વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરાયું હતું. વેરાવળના કોસ્ટ ગાર્ડ રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ, ઇનાજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં 200 છોડનું વાવેતર કરવામાં આવ્યું.

આ અભિયાનમાં ભારતીય કોસ્ટ ગાર્ડના આશરે 200 કર્મચારીઓ અને વિવિધ વિભાગોના મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને જિલ્લા પંચાયત અધ્યક્ષ દ્વારકાદાસ દોમડિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

મહાનુભાવોએ વૃક્ષારોપણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને પર્યાવરણના જતન માટે દરેક નાગરિકને આગળ આવવા અપીલ કરી હતી. આ પહેલનો મુખ્ય હેતુ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવાનો તેમજ વિસ્તારમાં હરિયાળા આવરણમાં વધારો કરવાનો હતો.

કાર્યક્રમ દરમિયાન, કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ વૃક્ષોનું જતન અને સંવર્ધન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલું આ અભિયાન દરિયાઈ સુરક્ષા સાથે પર્યાવરણ સંરક્ષણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

