સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપર ગામમાં પહેલો રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 73 બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું.

આ રક્તદાન શિબિરનું આયોજન ગામના આગેવાનો, જાગૃત યુવાનો અને સુરેન્દ્રનગરની લાઈફ લાઇન બ્લડ બેંકની ટીમે સાથે મળીને કર્યું હતું. તેમણે રક્તદાતાઓના સેવાભાવને બિરદાવ્યો.
આ ઉપરાંત, ઠંડા પીણા માટે મહેશભાઈ કટોસણા અને ચા-પાણી, બિસ્કિટ માટે મફાભાઈ અલગોતરે પણ સહયોગ આપ્યો હતો.

