સુરેન્દ્રનગરમાં ‘ખેલ મહાકુંભ 2025’ નોર્થ ઝોન સ્પર્ધાનો પ્રારંભ થયો છે. HQ DySP પાર્થ પરમારના હસ્તે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ આયોજન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.યુવાનોમાં રમતગમત પ્રત્યે રુચિ વધે અને નવી પ્રતિભાઓને પ્લેટફોર્મ મળે તે હેતુથી આ રમતોત્સવ યોજાયો છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી-સુરેન્દ્રનગર દ્વારા તેનું આયોજન કરાયું છે.

આ સ્પર્ધાઓ 28 સપ્ટેમ્બર 2025 થી 3 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાશે. તેમાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ અને એથ્લેટિક્સ જેવી રમતોનો સમાવેશ થાય છે. ખેલાડીઓ પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે.

ઉદ્ઘાટન પ્રસંગે અધિકારીઓ, આયોજકો, કોચ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા. ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આવા આયોજનથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના ખેલાડીઓને તક મળે છે.

