ગારિયાધારમાં ખેડૂત પર થયેલા હુમલાના કેસમાં પોલીસે ઝડપેલા બંને આરોપીઓને આજે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી લીધી હતી. ઘટના કઈ રીતે બની હતી, તેની વિગતો ઘટનાસ્થળે તપાસવામાં આવી હતી.

તપાસના ભાગરૂપે પોલીસે ઘટનાસ્થળની સ્થિતિ અને બનાવ સાથે જોડાયેલી બાબતો પણ ચકાસી હતી. ઉલ્લેખનીય છે કે ખેડૂત પર થયેલા હુમલા બાદ ગારિયાધાર વિસ્તારના ખેડૂતોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. ખેડૂતોએ રેલી કાઢી મામલતદાર અને પોલીસને આવેદનપત્ર પણ આપ્યું હતું.

