ચીકદા તાલુકાના માચ ચોકડી નજીક આવેલા જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે એક અકસ્માત સર્જાયો હતો. ટ્રક નંબર RJ 23 GD 4228 માંથી એક મોટું મશીન રસ્તા પર નીચે પડી ગયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, ટ્રકના ચાલકે વળાંક દરમિયાન સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી.
આ ઘટના અંગે એ.એસ.આઈ. રાકેશ વસાવા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ કોઈ મોટો અકસ્માત નથી, પરંતુ વળાંક દરમિયાન ટ્રકમાંથી મોટું મશીન નીચે પડી ગયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, ટ્રક સાથે સંકળાયેલા લોકો હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે.

