Gujarat

પાલનપુર GIDCમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ ફેલાઈ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર GIDC વિસ્તારમાં મોડી રાત્રે પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી. આગ બાજુના લાકડાના ગોડાઉન સુધી ફેલાઈ હતી. પાલનપુર અને ડીસાના ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગતાં આસપાસના લોકોમાં દોડધામ મચી હતી. બંને ગોડાઉનમાં પ્લાસ્ટિક અને લાકડાનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી.

ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી. બંને ગોડાઉનમાં રાખેલો સામાન બળી ગયો હતો. ગોડાઉન માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.