મહુવા તાલુકાના આંગલધરા ગામે અંબિકા નદી પર રૂ. 6.50 કરોડના ખર્ચે બનેલા પુલનું લોકાર્પણ કરાયું. મિયાપુર અને કોદાદા ગામનાં રૂ. 75 લાખના નવા ગ્રામ પંચાયત ભવનોનું પણ લોકાર્પણ થયું.

ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાના હસ્તે આ લોકાર્પણ કરાયું હતું. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ભાવના છે કે જે કામોનું ખાતમુહૂર્ત થાય, તેનું લોકાર્પણ પણ તેઓ જ કરે.

તેમણે કહ્યું કે ગામો, તાલુકા અને જિલ્લાઓમાં વિકાસનાં કામો થઈ રહ્યાં છે. ગ્રામ પંચાયત ભવનો અને નવા પુલથી લોકોને સુવિધા મળશે અને તેમની સુખાકારી વધશે.

આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પ્રમુખ શિલ્પાબેન, જિલ્લા પંચાયતના સભ્ય દેવેન્દ્રભાઈ, ભાવિનભાઈ નાયક, પદાધિકારીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, અગ્રણીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.

