રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન પલટી જવાનો મામલો સામે આવ્યો હતો. મહાકાય હિટાચી મશીન પલટી મારવાની ઘટનામાં ઁય્ફઝ્રન્ના વીજ વાયર અને વીજ થાંભલાને નુકસાન પહોંચતાં જાફરાબાદ રોડ વિસ્તારના કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. અચાનક વીજળી ગુલ થતાં સ્થાનિક રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ અકસ્માત બાબતે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, રાજુલા-જાફરાબાદ રોડ પર હિટાચી મશીન દ્વારા કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક મશીનનું સંતુલન બગડતા હિટાચી મશીન પલટી મારી ગયું હતું. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મશીન પલટી મારતાં ઁય્ફઝ્રન્ના વીજ વાયર તેમજ વીજ થાંભલાને નુકસાન થયું હતું. જેના કારણે જાફરાબાદ રોડ પર આવેલા કેટલાક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો. વીજ પુરવઠો ખોરવાતાં સ્થાનિક વેપારીઓ, રહીશો અને અન્ય વીજ ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ અકસ્માતની જાણ થતાં જ ઁય્ફઝ્રન્ની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વીજ કર્મચારીઓ દ્વારા નુકસાન પામેલા વીજ વાયર અને થાંભલાની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ વીજ પુરવઠો શક્ય તેટલી ઝડપથી પુન:સ્થાપિત કરવા માટે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વીજ વિભાગની ટીમ દ્વારા સલામતીના જરૂરી પગલાં સાથે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ફરી શરૂ કરી શકાય.
આ ઘટનામાં હિટાચી મશીન પલટી મારવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જાેકે, વીજ વાયર અને થાંભલાને નુકસાન થતાં સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો થોડા કલાકો માટે ખોરવાયો હતો અને ઁય્ફઝ્રન્ની ટીમની કામગીરી બાદ પાવર સપ્લાય પુન:સ્થાપિત થઈ ગયો હતો.

