શહેરના પોષ અને હાઈફાઈ ગણાતા ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પાસે પાર્ક વ્યૂ સાઈટ નજીક આવેલી શાયોના તિલક-૩ ફ્લેટની દીવાલ અચાનક ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ભારે હડકંપ મચી ગયો હતો. અચાનક જમીન ધસી પડવાની ઘટના બાદ ફ્લેટની દીવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો.
આ ઘટના મામલે મીડિયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગોતાના વંદેમાતરમ રોડ પાસે પાર્ક વ્યૂ સાઈટ નજીક જમીન અચાનક બેસી જવાની ઘટના બની હતી. જમીન ધસી પડવાના કારણે શાયોના તિલક-૩ ફ્લેટની દીવાલ ધરાશાયી થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ ફેલાયો હતો. આ ઘટનાને લઈને ફ્લેટમાં રહેતા રહીશોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. રહીશોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) અને બિલ્ડરની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. રહેવાસીઓમાં બાંધકામની ગુણવત્તા, જમીનની મજબૂતાઈ અને જરૂરી સુરક્ષાનાં પગલાં લેવામાં આવ્યા હતા કે નહીં તે મુદ્દે નારાજગી જાેવા મળી રહી છે.
આ ગંભીર ઘટના મામલે રહિશોનો આક્ષેપ છે કે, આવી ઘટનાઓ રહેણાક વિસ્તારની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જાે સમયસર યોગ્ય તકેદારી રાખવામાં ન આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા નકારી શકાય નહીં. હાલ આ ઘટનાને પગલે છસ્ઝ્ર અને બિલ્ડરની જવાબદારી અંગે ચર્ચાઓ તેજ બની છે. જમીન ધસી પડવાનું ચોક્કસ કારણ શું છે અને બાંધકામમાં કોઈ ક્ષતિ રહી છે કે કેમ તે અંગે યોગ્ય તપાસ થાય તેવી સ્થાનિક રહીશોની માગ છે. આ ઘટનાએ અમદાવાદમાં બિલ્ડિંગની ગુણવત્તા અને નાગરિકોની સુરક્ષાને લઈને ફરી એકવાર ચર્ચા જગાવી છે.

