Gujarat

સિહોર પંથકમાં સિંહે ગાયનું મારણ

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ધ્રૂપકા ગામના વાડી વિસ્તારમાં સિંહે એક ગાયનું મારણ કર્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિકો અને ખાસ કરીને ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપરા ખોડીયાર મંદિર નજીક આવેલા ધ્રૂપકા ગામના વાડી વિસ્તારમાં સિંહની ગતિવિધિ જોવા મળી હતી. ભરતભાઈ મેર નામના રહેવાસીની વાડી નજીક સિંહે ગાયનું મારણ કર્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.