રાજકોટ જિલ્લા પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર બાદ શહેર પોલીસમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા ગઈકાલે(22 જુલાઈ) રાતે એક સાથે 49 પોલીસ કર્મચારીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી છે. જેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.
એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે.
જેમાં આજે પ્રથમ યાદી જાહેર થયા બાદ આવતા દિવસોમાં બાકી રહેલ 150 જેટલા પોલીસ કર્મીઓની બદલી પણ નજીકના દિવસોમાં કરવામાં આવે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.



એક સાથે 49 પોલીસ કર્મચારીઓની હેડ ક્વાર્ટરમાં બદલી રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા તાજેતરમાં એક યાદી તૈયાર કરવામાં આવી હતી. જેમાં એક સ્થળ પર 3 કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા હોય તેવા પોલીસ કર્મચારીઓની યાદી બનાવવામાં આવી હતી. આ પછી તૈયાર કરવામાં આવેલ યાદી મુજબ ગઈકાલે 22 જુલાઈ પ્રથમ યાદીમાં એક સાથે 49 પોલીસ કર્મચારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમા તેમજ ટ્રાફિક શાખા કે એટેચમે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની બદલી શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવી છે.

