Gujarat

ચિત્રાના મફતનગરમાંથી ગાંજાના 12 છોડ સાથે શખ્સ ઝડપાયો

ભાવનગરના એન્ટી નાર્કોટિક્સ વિંગના સ્ટાફે ચોક્કસ માહિતીના આધારે શહેરના ચિત્રા મફતનગરમાં રહેતા શખ્સના રહેણાંક મકાનમાં દરોડો પાડી ફળિયામાં અને કુંડામાં વાવેલા 12 નંગ ગાંજાના છોડ (કિં.રૂ.27,900) સાથે ઝડપી લઈ તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ગુન્હો નોંધાવ્યો હતો.

મહેશ રાઠોડને ઝડપી લઈ તેની સામે NDPS એક્ટની વિવિધ કલમો મુજબ કાર્યવાહી ભાવનગર એન્ટી નાર્કોટિક્સ વિંગ (ANW)ના પીઆઈ ડી.યુ. સુનેસરા અને હેડ કોન્સ્ટેબલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે ચિત્રા વિસ્તારમાં આવેલા ફિલ્ટરની ટાંકી નજીક મફતનગરમાં રહેતા મહેશ ઉર્ફે મચલો પોપટભાઈ ઉર્ફે જીવાભાઈ રાઠોડ (ઉ.વ.43)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા શખ્સના મકાનના ફળિયામાં તેમજ કુંડામાં ગેરકાયદેસર રીતે વાવેલા ગાંજાના કુલ 12 છોડ (558 ગ્રામ) કિ.રૂ.27,900 મળી આવતા કબ્જે કરી ANW વિંગના સ્ટાફે મહેશ રાઠોડને ઝડપી લઈ તેની સામે NDPS એક્ટની વિવિધ કલમો મુજબ કાર્યવાહી કરી શખ્સ સામે બોરતળાવ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.