Gujarat

વીમા કંપનીને 3 લાખ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

ભાવનગર જિલ્લા ગ્રાહક આયોગે સિહોરના વેપારી સંજયભાઈ દેસાઈની વીમા કંપની સામેની ફરિયાદમાં ચુકાદો આપ્યો. કંપનીને વ્યાજ સાથે 3 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. સંજયભાઈની હોન્ડા અમેઝ કારનો 12 ઓક્ટોબર 2023ના રોજ સિહોર પાસે અકસ્માત થયો હતો. IDV 3,09,400 હોવા છતાં, વીમા કંપનીએ ખોટા સર્વેયર રિપોર્ટના આધારે ક્લેઈમ રદ કર્યો. વેપારીના વકીલ અતુલ વાઘેલાએ પુરાવા રજૂ કરતા કોર્ટે વીમા કંપનીની સેવામાં ખામી ઠરાવી. કંપનીને IDVની રકમ 8 ટકા વ્યાજ સાથે, ટોઈંગ-ક્રેનના 8,000, માનસિક ત્રાસના 50,000 અને ફરિયાદ ખર્ચના 5,000 રૂપિયા ચૂકવવા આદેશ આપ્યો.