અમદાવાદ શહેરના રિલીફ રોડ પર રતનપોળ સામે મૂર્તિમંત કોમ્પલેક્ષની બાજુમાં જાહેર રોડ પરથી SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને શખને 4.30 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 2.720 ગ્રામ ચરસ સાથે ઝડપી પાડ્યો. આરોપી આ નશીલો પદાર્થ છૂટકમાં વેચાણ કરવા લાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી.
રિલીફ રોડ પરથી નાસીરખાન પઠાણને પોલીસે ઝડપ્યો SOG ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે, દરિયાપુર પ્રેમ દરવાજા અંદર રહેતો નાસીરખાન પઠાણ રિલીફ રોડ પર રતનપોળ સામે મૂર્તિમંત કોમ્પલેક્ષની આજુબાજુ ગેરકાયદે નશીલા પદાર્થનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી શંકાસ્પદ હિલચાલ ધરાવતા નાસીરખાન પઠાણને કોર્ડન કરી લીધો હતો.
13 હજારનું એમડી ડ્રગ્સ જપ્ત, છૂટકમાં વેચાણ કરતો તેની તલાશી લેતા ખિસ્સામાંથી મેફેડ્રોન અને એક બેગમાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ₹ 680નું ચરસ અને ₹ 13 હજારનું એમડી ડ્રગ્સ સાથે મળીને પોલીસે ₹ 33,580નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ જથ્થો કારંજના ઈબ્રાહિમ પાપા પાસેથી તથા ફતેવાડીના મહમદ પાસે ખરીદીને છૂટકમાં વેચાણ કરવાનો હોવાનું આરોપીએ જણાવ્યું હતું.

