સક્કરબાગ ઝૂમાં માંસાહારી પ્રાણીઓ માટે જીવિત પશુઓ લાવીને પ્રાણી સંગ્રહાલયમાં જ તેમનું કત્લ કરવા બાબતે ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ જાહેર હિતની અરજી દાખલ થઈ હતી. જેને હાઇકોર્ટે નકારી નાખી હતી. આથી ગુજરાત હાઇકોર્ટના હુકમ વિરુદ્ધ અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જો કે સુપ્રીમ કોર્ટે પણ આ અરજી નકારી નાખી છે.
એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહિંસા મહાસંઘ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી મૂળ ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એનિમલ વેલ્ફેર ફાઉન્ડેશન અને અહીંસા મહાસંઘ દ્વારા જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. અરજદારે જણાવ્યું હતું કે આ જાહેર હિતની અરજી મૂંગા પ્રાણીઓને લઈને કરવામાં આવી હતી.
અરજદારો રજિસ્ટર્ડ ટ્રસ્ટ છે. સકકરબાગ ઝૂ જૂનાગઢે ટેન્ડર બહાર પાડ્યુ હતું કે જેમાં ટેન્ડર મેળવનાર કોન્ટ્રાક્ટરે પ્રાણી સંગ્રહાલયમાં માંસાહારી પ્રાણીઓના ખોરાક માટે ભેંસ વંશને પ્રાણી સંગ્રહાલયમાં લાવીને તેનું કત્લ કરવાનું રહેશે. પરંતુ પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને લાવીને કત્લ કરી શકાય નહીં, તે કત્લ માટે નિયત જગ્યા હોય છે. પ્રાણી સંગ્રહાલય એ સ્લોટર હાઉસ નથી.
આ વન વિભાગ અંતર્ગત આવતું પ્રાણી સંગ્રહાલય છે. જે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અંતર્ગત પણ આવે છે. તેમાં વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટના નિયમો લાગુ પડે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન તેની હદમા પ્રાણીઓના વેચાણ અને સ્લોટરને રેગ્યુલરાઇઝ કરે છે. અહીં પ્રાણી સંગ્રહાલયમાં કોન્ટ્રાકટર પ્રાણીઓ લાવી, કાપીને પ્રાણી સંગ્રહાલયને વેચશે.
હાઈકોર્ટે ટીપ્પણી કરી અરજી નકારી નાખી હતી હાઈકોર્ટે અરજીની સુનવણી દરમિયાન કહ્યું હતું કે માંસાહારી પ્રાણીઓ માંસ જ ખાશે. સકકરબાગ પ્રાણી સંગ્રહાલય જો કોર્પોરેશન હેન્ડલ ના કરતું હોય તો તેની જવાબદાર કેવી રીતે બને ? કોન્ટ્રાક્ટ પણ JMC આપવાની નથી કે તેના વિસ્તારમાં સ્લોટર થવાનું નથી.
માંસાહારી પ્રાણીઓ માટે માંસ સ્લોટર હાઉસમાંથી આવે તો ત્યાં પણ પ્રાણીઓ કપાશે જ ? તો પછી પ્રાણી સંગ્રહાલયમાં કપાય ઝૂ માં તમારે શું ? તમે શા માટે પાંજરામાં પુરાયેલા પ્રાણીઓ માટે પ્રશ્નો નથી ઉપાડતા ? સિંહ કોઈને મારી નાખે તો સિંહને મારી નખાય છે, કેટલા સિંહ મનુષ્યોએ મારી નાખ્યા ! તેઓ જંગલમાં રહેવા ટેવાયેલા છે પાંજરામાં નહીં ! તમારી માન્યતા બંધ બેસતી નથી એટલે ?

