મહારાષ્ટ્ર સરકારે સરેરાશ વરસાદની અછત અને દુષ્કાળના માપદંડોને આધારે 265 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યાં ખેડૂતો માટે રાહતના પગલાં પણ જાહેર થયા છે. આ મુદ્દે જામજોધપુર-લાલપુર વિધાનસભાના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ ગુજરાત સરકાર સમક્ષ માંગ કરી છે. તેમણે કહ્યું કે ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ વરસાદની અછતને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. ધારાસભ્ય ખવાએ સરકારને જમીની હકીકત અને વરસાદની અછત જેવા તમામ માપદંડો ધ્યાનમાં લેવા જણાવ્યું. તેમણે જરૂરી વિસ્તારોને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને રાહત અને સહાય આપવાની સ્પષ્ટ માંગ કરી છે.

