Gujarat

જામનગર ભાજપે કહ્યું, તેઓ ‘ફેક નેરેટિવ’ ઊભું કરી દેશની છબી ખરાબ કરી રહ્યા છે

જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ભાજપના અગ્રણીઓએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ વિનુભાઈ ભંડેરી, શહેર ભાજપ અધ્યક્ષ વિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ રંજનબેન અને ભાજપના મહામંત્રીઓ હાજર હતા. મોનિકાબેન વ્યાસે સંબોધન કર્યું હતું. મોનિકાબેન વ્યાસે જણાવ્યું કે, કોંગ્રેસ એક અખબારના કાલ્પનિક લેખના આધારે ચૂંટણી પંચ પર ખોટા સવાલો ઉઠાવી જનતાને ગેરમાર્ગે દોરતી હતી.

જોકે, મુખ્ય ચૂંટણી કમિશનર સહિત ત્રણેય કમિશનરોએ સંયુક્ત પ્રેસ રિલીઝ જાહેર કરી સ્પષ્ટ કર્યું છે. SIR સંબંધિત તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા હતા અને Form-6 માં કોઈ ફેરફાર કરાયો નથી. સુપ્રીમ કોર્ટે પણ મતદારોની ચકાસણી પ્રક્રિયાને માન્ય ઠેરવી છે.

ભાજપના આગેવાનોએ કહ્યું કે, કોંગ્રેસ ‘જૂઠાણાંની ફેક્ટરી’ બની ચૂકી છે. તેઓ પહેલા EVM, પછી SIR અને હવે ચૂંટણી પંચ પર નિરાધાર આક્ષેપો કરે છે. રાહુલ ગાંધી ‘ફેક નેરેટિવ’ ઊભું કરી ભારતની છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.