Gujarat

જામનગરમાં પૂરઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારી હતી, પરિવાર પર શોક છવાયો

જામનગરના કાલાવડ નાકા બહાર રવિવારે રાત્રે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીના મૃત્યુ બાદ હવે તેના પિતાનું પણ સારવાર દરમિયાન નિધન થયું છે. આ ઘટનાથી સમા પરિવાર અને કાલાવડ નાકા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

અકસ્માત રવિવારે રાત્રે બન્યો હતો જ્યારે એક એફ.ઝેડ. મોટરસાયકલને પૂરપાટ ઝડપે આવતી લાલ રંગની કારે ટક્કર મારી હતી. બાઈક પર ઈસરાઈલભાઈ ઈકબાલભાઈ સમા (28), તેમના પત્ની રુકષાદબેન સમા અને પાંચ વર્ષની પુત્રી અબીરા સમા સવાર હતા.

આ ટક્કરના કારણે ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પાંચ વર્ષની બાળકી અબીરાને મૃત જાહેર કરવામાં આવી હતી.