ગીર પંથકને અડીને આવેલા ગામોમાં વનરાજોની અવરજવર સતત વધી રહી છે. જસાધાર-તુલસીશ્યામ રોડ પર પણ દિવસ દરમિયાન સિંહ આવી ચડ્યો હતો. રોડ વચ્ચે જ વનરાજ ઊભો રહી જતાં પસાર થતાં વાહનો રોકાઈ ગયા હતા. લોકોએ વનકેસરીને જોવા માટે વાહનો રોકીને સિંહદર્શનની રોમાંચક પળો માણી હતી.
તો વરસાદ વચ્ચે ગીરનો રાજા તેની બાદશાહત બતાવતો દેખાતો હતો. ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામને સિંહે મંગળવારે રાત્રે ગાયનું મારણ કર્યું હતું. ત્યારબાદ લાંબા સમય સુધી મિજબાની માણી હતી.જ્યારે ઉનાના ખાપટ ગામની સીમમાં સિંહ બાળ સહિતના 6 સિંહના પરિવારે ભ્રમણ કર્યું હતું
ધોકડવા ગામ સિવાય જસાધાર-તુલસીશ્યામ રોડ પર પણ દિવસ દરમિયાન સિંહ જાહેર માર્ગ પર આવી ચડ્યો હતો. વનરાજ રોડની મધ્યમાં આવી જતાં વાહનચાલકો થંભી ગયા હતા અને થોડો સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ગીર સરહદના ગામોમાં સિંહોની સતત વધતી સક્રિયતાને કારણે ગ્રામજનોએ રાત્રિના સમયે વિશેષ સાવચેતી રાખવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

